રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ હવે પ્રચાર શરૂ કરી દીધો છે.ત્યારે આજથી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે તેની સાથે ભાજપે આ ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આજથી મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ થઈ ગઈ છે.જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે ભાજપ આગામી 10મીએ ઉમેદવારોની જાહેરાત કરશે.
આમ 21 તારીખે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થશે અને તેની મતગણતરી 23મી ફેબ્રુઆરીએ યોજાશે.ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકાઓ,31 જિલ્લાપંચાયત અને 231 તાલુકાપંચાયતોની ચૂંટણીઓ યોજાશે.જેની મતગણતરી 2જી માર્ચના રોજ યોજાશે.આ ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12મી ફેબ્રુઆરી છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે મેરેથોન બેઠકો શરૂ કરી દીધી છે.એકબાજુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકીટનો વિવાદ બંને તરફ શરૂ થયો છે.ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બંને પક્ષ માટે આકરી બની રહે તેમ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved