કોવિડ-૧૯ સામે માનવજાતને સલામત કરવા માટે ૧૬ જાન્યુઆરીથી ગુજરાતમાં વેક્સીનેશનનો આરંભ થયો છે.ત્યારે અત્યારસુધીમાં ૨,૪૬,૪૧૪ હેલ્થ વર્કરોએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ મુકાવ્યો છે.હવે ૩૧ જાન્યુઆરીને રવિવારથી મહેસૂલ,પોલીસ,શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા ૩.૩૩ લાખ ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે રસીકરણનો આરંભ થશે.જેના માટે દરેક જિલ્લામાં રવિવાર સવારે કલેક્ટર,પોલીસ અધિક્ષક અને કમિશનર સૌથી પહેલા ડોઝ મુકાવશે.આમ પહેલા દિવસે ૭૦ હજાર ફ્રન્ટલાઈન વોરિયર્સને ડોઝ આપવાનું આયોજન છે.
આમ ગુજરાતમાં વિતેલા ૧૫ દિવસમાંથી સપ્તાહમાં ચાર દિવસ મુજબ રસીકરણના ૯ દિવસમાં સરકારી- ખાનગી આરોગ્ય ક્ષેત્રના ડોક્ટર,નર્સ સહિત પેરામેડિકલ અને સફાઈસ્ટાફ મળી ૪.૬૦ લાખ કોરોના વોરિયર્સમાંથી ૨,૪૬,૪૧૪ હેલ્થ વર્કરોને કોવિશિલ્ડનો પહેલો ડોઝ અપાયો છે.આ કામગીરી વચ્ચે રવિવારે રાજ્યમાં શૂન્યથી પાંચ વર્ષ સુધીના એક કરોડ જેટલા બાળકોને પલ્સ પોલિયોની રસી આપવાનું પણ આયોજન છે.આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે વેક્સીનેશની પૂર્વ તૈયારીઓ માટે સમિક્ષા કરી હતી.આમ આરોગ્ય કમિશનર શિવહરેએ જણાવ્યુ હતું કે,રવિવારે દરેક જિલ્લામાં કલેક્ટર,પોલીસવડા સૌથી પહેલી વેક્સિન લેશે.આમ રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રસી મુકાવીને તેનો આરંભ કરાવશે.રવિવારે બાળકો માટે પલ્સ પોલિયો અભિયાન પણ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved