લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર- બુધવારે બજેટ રજૂ કરાશે

ગુજરાતમાં કોરોનાની વધતી ચિંતા વચ્ચે આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થનાર છે.જેમાં આગામી તા.3ના રોજ નાયબ મુખ્યમંત્રી તથા નાણાવિભાગનો હવાલો સંભાળતા નિતીન પટેલ રાજયનું આગામી વર્ષનું બજેટ રજુ કરશે.આમ આજે સત્રના પ્રથમ દિવસે વર્તમાન સમયમાં દિવંગત થયેલા રાજયના બે પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તથા સ્વ.કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપવામાં આવે તેવી ધારણા છે. આમ રાજયમાં કોરોનાના કેસ વધતા હોવાથી ધારાસભ્યો માટે બેઠક વ્યવસ્થા પ્રેક્ષક ગેલેરીમાં કરવામાં આવી છે.ત્યારે 70 ધારાસભ્યોને આ પ્રકારની વ્યવસ્થા હેઠળ બેસાડવામાં આવશે.ત્યારે વિધાનસભામાં હાલની પેટાચૂંટણીમાં ભાજપની ટિકીટ પર જીતેલા આઠ ધારાસભ્યો પ્રથમ વખત શાસક પક્ષની પાટલી પર બેસશે અને સાથે ભાજપના સભ્યોની સંખ્યા 111 થઈ ગઈ છે.આમ કાલે પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થનાર હોવાથી બજેટ 3માર્ચના રોજ રજૂ કરવામાં આવશે.