લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તૌકતેના સંકટથી સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે

એકતરફ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે.ત્યારે બીજીતરફ ગુજરાતના માથે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 18 મેના દિવસે તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયાકાંઠે અથડાશે.આમ આ સિવાય વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જીલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે.આમ બીજીતરફ સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે.ત્યારે ખેડૂતોના તલ,અડદ,મગ,મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યુ છે.આ પાક પણ અત્યારે ફાલ પર આવી ગયા છે તેવામાં જો વરસાદ આવશે તો આ પાકોને વ્યાપક નુકસાન થશે અને સંપૂર્ણ નિષ્ફળ જશે તેવી સંભાવના રહેલી છે.ત્યારે વાવાઝોડાના પગલે ખેડૂતોએ પાકની લણણી કરવાની શરૂઆત કરી દીધી છે.