લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલમાં 8 હોદ્દા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ કરાશે

કોરોનાના કેસ વધતા શહેરની હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં છે,જેથી કેન્દ્ર સરકાર ડી.આર.ડી.ઓના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવવાની છે.જે હોસ્પિટલ એક અઠવાડિયા જેટલા સમયમાં ઊભી થશે.જેમાં સ્ટાફની પણ નિમણૂક જરૂરી છે,જેથી 8 હોદ્દા માટે 262 જગ્યા માટે ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.જેમાં કરાર આધારિત 3 થી 6 માસના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવશે.જેના માટે વોક-ઈન-ઇન્ટરવ્યુનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જે ઇન્ટરવ્યુ આગામી 20 અને 21 એપ્રિલે બપોરે 3 થી 5 દરમિયાન ગૂગલ મીટથી યોજાશે.જેમાં 06 ફિઝિશિયન,09 એનેસ્થેસિયા,20 મેડિકલ ઓફિસર,200 સ્ટાફ નર્સ,20 ફિઝિશિયન આસિસ્ટન્ટ,02 હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ,02 બાયોમેડિકલ એન્જિનિયર,03 લેબોરેટરી ટેક્નિશિયનની ભરતી માટે ઇન્ટરવ્યુ યોજાશે.જેમને 25 હજારથી 2 લાખ સુધીનો પગાર આપવામાં આવશે.જેમાં ભરતી કરવામાં આવેલી વ્યક્તિને કોઈ વધારાનું ભથ્થું કે લાભ ચૂકવવામાં નહિ આવે.આમ ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ઈ-મેલ મોકલવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.