લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા જીલ્લામાં પોઝિટિવ કેસો 40,826 થયા,જ્યારે મૃત્યુઆંક 341 થયો

રાજ્યના વડોદરા શહેર તથા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 40,826 થઈ ગયો છે,જ્યારે મૃત્યુઆંક 341 થયો છે,જ્યારે અત્યારસુધીમાં 33,896 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.આમ વર્તમાન સમયમાં વડોદરામાં 6589 કેસો એક્ટિવ છે.ત્યારે શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે લાલબહાદુર શાસ્ત્રી શાળાના કેમ્પમાં રક્તદાન કરીને ટીમ એજ્યુકેશન દ્વારા રક્ત અને પ્લાઝમા દાન અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.જેમાં તેમણે જણાવ્યુ હતું કે કોવિડની પ્રથમ લહેર દરમિયાન ટીમ એજ્યુકેશનના નેજા હેઠળ વડોદરાથી શિક્ષક સહયોગી રક્તદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે રાજ્ય વ્યાપી બન્યું હતું.આમ આ અભિયાન અંતર્ગત સરકારી દવાખાનાઓમાં લોહીની અછત હતી ત્યારે દર્દીઓની જીવન રક્ષા માટે 20,000 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.