લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામાં દોડતી સિટી બસોના મુસાફરોમા ઘટાડો નોધાયો

વડોદરામાં કોરોનાના પગલે વડોદરામાં દોડતી સિટી બસોના મુસાફરોમા ઘટાડો નોંધાયો છે.આમ કોરોનાની બીજી લહેર પૂર્વે 1.25 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા તેના બદલે છેલ્લા એક સપ્તાહથી 15,000 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસના પગલે સિટી બસના મુસાફરોમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે.જેના પરિણામે આર્થિક ફટકો પડી રહ્યો છે. સીટી બસમાં મુસાફરી કરતા મુસાફરો કોરોના સંક્રમિત ન થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમ છતાં મુસાફરો સિટી બસમાં મુસાફરી નથી કરી રહ્યા.