લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામાં કોરોના મહામારી વચ્ચે વિટામિન-સીના ફળોની માંગ વધી

કોરોના મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે.ત્યારે વિટામિન- સી પૂરું પાડતાં લીંબુ,મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટસની માંગમા વધારો થયો છે.જેના પરિણામે આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે.આમ લીંબુ,મોસંબી અને સંતરાના ભાવો સામાન્ય રીતે પ્રતિ કિલોના રૂ.40 થી 80 હતા જે વધીને રૂ.120 થી 160 સુધી થઈ ગયા છે.આમ ઉનાળામાં લીંબુની માંગ રહે છે,જેને કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે.આમ ઉનાળાની ઋતુમાં લીંબુ,સંતરા,મોસંબીની આવક ઓછી હોય છે પરંતુ કોરોનાને કારણે માંગમાં વધારો થઈ જતાં ભાવો ડબલ થઇ ગયા છે.