લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામાં મહાપાલિકા બાદ જિલ્લા,તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઇ

વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત ચૂંટણી આયોગે કરી હતી.જે મુજબ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.જ્યારે નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આગામી 28 ફેબ્રુઆરીએ અને મતગણતરી 2જી માર્ચે યોજાશે.આમ વડોદરાની આસપાસના 7 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં નવા સીમાંકનનો અમલ કરવામાં આવ્યો છે.આમ વડોદરા જિલ્લા પંચાયતની ભાયલી અને ઉંડેરા બેઠક ઘટતાં 34 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે.આમ વડોદરા તાલુકા પંચાયતની આઠ બેઠકો રદ્દ થઇ છે.જેમાં ઉંડેરા-1,ઉંડેરા-2,કરોડિયા, ગંગાનગર,ભાયલી,સેવાસી,વેમાલી અને તરસાલી બેઠકોનો સમાવેશ થાય છે.

આમ જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળ્યો છે. ભાજપના શાસનમાં વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે પરંતુ ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓની હાલત ખરાબ છે.જેની સીધી અસર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહી.