વડોદરા સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી કાર્ય આજથી કરવામાં આવશે.જેમાં રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને મનોરંજન માટે એફ.એમ રેડિયોના યુગમાં પ્રવેશ કરશે.રચનાત્મકતાનું સિંચન કરતી સર્જનાત્મકતા કેદીઓના જીવન પરિવર્તનનું સશક્ત માધ્યમ બની શકે તે માટે જેલોના મહાનિર્દેશક ડી.જીના આદેશથી વડોદરા જેલમાં એફ.એમ રેડિયો સ્ટેશન ચાલુ કરવામાં આવ્યા છે અને તેના માટે જરૂરી સ્ટુડિયો સહિતની તમામ સુવિધાઓ જેલની ચાર દીવાલો વચ્ચે ઉભી કરવામાં આવી છે.તેના પર થતાં કાર્યક્રમોનું પ્રસારણ પણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે.આમ બીજી ઓકટોબર,2020ના રોજ રાજ્યની જેલોના ઇતિહાસમાં કેદીઓ માટેની સુવિધાઓ માટે સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ એફ.એમ રેડીયો સ્ટેશન શરૂ થયું હતું.તે પછી સુરત અને રાજકોટની જેલો પછી હવે વડોદરા જેલમાં શરૂ થશે.જે કેદીઓને મનોભાવો અને લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરી મોકળાશ આપશે.આ રેડિયો સ્ટેશન માટે વડોદરા જેલના ખુલ્લા મંચ જેવા ઓપન એર થિયેટર ખાતે મોનીટર,કોમ્પ્યુટર સહિતના તમામ ઉપકરણો સાથે રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે.આમ રેડિયો જોકી ઉપયોગમાં લે તેવા માઇક્રોફોન વસાવવામાં આવ્યાં છે.જે બેરેકોમાં તેમજ જેલ ઉદ્યોગોના સ્થળે કેદીઓ તેનું પ્રસારણ સાંભળી શકે તેના માટે 58 જેટલા સ્પિકર્સ લગાવવામાં આવ્યાં છે.
જેલ સત્તાવાળાઓની દેખરેખ હેઠળ કેદીઓ માટે અને કેદીઓ દ્વારા સંચાલિત એફ.એમ રેડિયો કેદીઓને સર્જનાત્મક કૌશલ્યોને મંચ આપશે.જેમાં તેઓ પોતાના વિચારો,લાગણીઓ,કવિતાઓ,વાર્તાઓ,શાયરી,પુસ્તક વિવેચન રેડિયો સ્ટેશનમાંથી પ્રસારિત કરી શકશે.આ ઉપરાંત મહાનુભાવોના પ્રેરક પ્રવચનોનું પણ પ્રસારણ થઈ શકશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved