લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમા પ્રથમવાર ઓનલાઈન 69મો પદવીદાન સમારોહ યોજાયો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર કોરોનાની પરિસ્થિતિને કારણે ઓનલાઇન 69મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં યુનિવર્સિટીના ચાન્સેલર અને રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડે પરંપરાગત રીતે પ્રત્યક્ષ રીતે હાજર રહી દિક્ષાંત સમારોહની શરૂઆત કરાવી હતી.જે દિક્ષાંત સમારોહમાં 184 વિધાર્થીઓને 285 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત 137 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની પદવી એનાયત કરાઈ હતી.આમ આ સમારોહના મુખ્યઅતિથી તરીકે યુ.એસ સ્થિત કમ્પ્યુટર આર્કિટેક્ટ એન્ડ ઇન્વેન્ટર ઓફ યુએસબી અને ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના અજય ભટ્ટજી ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે અથાગ મહેનતના ભાગરૂપે આજે હું આ સ્થાને પહોંચી શક્યો છું.તેમણે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિનું મુલ્ય સમજી અને પછી ભવિષ્યનું અન્વેષણ કરવા જણાવ્યું હતું.