લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં લોકોએ કોરોનાને ગામમાં નજર નાખવા નથી દીધી

કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વઘ્યું છે.ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલું દૂધવાડા ગામ આશરે 2200ની વસ્તી ધરાવે છે.જ્યાં ગામના લોકોની જાગૃતિના કારણે ગામમાં કોરોનાને પ્રવેશવા દીધો નથી.આમ આ ગામમાં 45થી વધુની વય ધરાવતા 85 ટકા લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે.ત્યારે ગામમાં 18 થી વધુ વયના યુવાનોના રસીકરણની પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે.આમ છેલ્લા એક વર્ષથી ગામમાં બહારના લોકો દ્વારા વિવિધ વસ્તુઓનુ વેચાણ કરતા ફેરિયાઓ પ્રવેશ કરે નહિ તે માટે નાકાબંધી કરાઇ છે.આ સિવાય ગામની ટીમની દેખરેખ હેઠળ નિયમો પાળી ગામમા 10 લગ્નપ્રસંગો યોજાયા હતા.ગામમાં વારંવાર સેનિટાઈઝેશન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ગામમાં કોરોના કેસ નથી.