લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયા સંક્રમિત થયા,કુલ આંક 26,441 ઉપર પહોંચ્યો

વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 26,441 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર,જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 પર સ્થિર રહ્યો છે.ત્યારે અત્યારસુધીમાં કુલ 25,420 લોકોએ કોરોનાને માત આપી છે.આમ વડોદરામાં વર્તમાનમાં 775 એક્ટિવ કેસ છે.જે પૈકી 112 દર્દીઓ ઓક્સિજન ઉપર તેમજ 61 દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને 602 દર્દીઓની હાલત સ્થિર છે.આમ વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં 3948,પશ્ચિમ ઝોનમાં 4422,ઉત્તર ઝોનમાં 5199,દક્ષિણ ઝોનમાં 4848 તેમજ વડોદરા ગ્રામ્યમાં 7988 અને 36 કેસ શહેર બહારના અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરાના કિશનવાડી,રામદેવનગર,વારસીયા,કારેલીબાગ,નવાપુરા,સમા,એકતાનગર,ચાણ‘કયપુરી,રંગમહલ,ગાજરાવાડી,કપુરાઇ,સોમાતળાવ, વાઘોડીયા રોડ,માંજલપુર,લાલબાગ,દરબારચોકડી,ચોખંડી,યમુનામીલ,માણેજા,દંતેશ્વર,વડસર,મકરપુરા,તાદંલજા,અટલાદરા,ગોત્રી રોડ, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં કોરોનાના નવા કેસો નોંધાયા.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અનગઢ,આંતી,ખાનપુર,ઉંડેરા,પાદરા(અર્બન),ગુંતાલ, ગવાસદ,ડભોઇ,કરજણ(અર્બન) છે.