લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઝારખંડમાં આગામી 22 થી 29 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઇ

કોરોનાની વકરતી સ્થિતિને પગલે ઝારખંડમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે રાજ્યમાં આગામી 22 થી 29 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.જોકે આ સમયગાળા દરમ્યાન જરૂરી ચીજવસ્તુઓ માટે છૂટછાટ રહેશે.જેમાં મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યુ હતું કે 22 એપ્રિલ સવારે 6:00 વાગ્યાથી 29 એપ્રિલ સવારે 6:00 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે.આમ ઝારખંડમાં સોમવારના રોજ કોરોના સંક્રમણથી 50 લોકોનાં મોત નિપજતા રાજ્યમાં સંક્રમણને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1456 સુધી પહોંચી છે,જ્યારે સંક્રમણના 3992 નવા કેસ સામે આવ્યા હતા.