Error: Server configuration issue
વર્તમાન સમયમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે ઝાયડસની કોરોના માટેની દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.જેમાં ડી.સી.જી.આઇએ ઝાયડસની દવા વિરાફિનના ઉપયોગને લીલીઝંડી આપી દીધી છે.આમ આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવશે.આમ હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં ઝાયડસની આ દવા ઉપયોગી સાબિત થશે.ઝાયડસની આ દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.આમ આ સાથે દર્દીઓનું ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ છે.આમ વર્તમાન સમયમાં આ દવા ડોક્ટરોની સલાહ પ્રમાણે આપવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved